કોરોના વાઈરસ: મોદી સરકારની મોટી કાર્યવાહી, પેરાસિટામોલ સહિત અનેક દવાઓની નિકાસ પર પ્રતિબંધ
Trending Photos
નવી દિલ્હી: ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ મંગળવારે અનેક એક્ટિવ ફાર્માસ્યુટિક ઈન્ગ્રિડિયન્ટ (API) અને આ APIથી બનેલા ફોર્મ્યુલેશનની નિકાસ પર રોક લગાવી છે. આ APIમા પેરાસિટામોલ અને ટિનિડાઝોલ પણ સામેલ છે. દેશમાં આ ડ્રગ્સની અછતને લઈને આ પગલું લેવાયું છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સે જણાવ્યું કે રોક તત્કાળ પ્રભાવથી લાગુ થશે.
અત્રે જણાવવાનું કે અન્ય એપીઆઈ અને ફોર્મ્યુલેશનમાં મેટ્રોનિડાઝોલ, એસાઈક્લોવિર, વિટામિન બી1, બી6, બી12, પ્રોજેસ્ટેરોન, ક્લોરેમ્ફેનિકોલ, એરિથ્રોમાઈસિન અને ક્લિન્ડામાઈસિન સાલ્ટ, નિયોમાઈસિન અને ઓરનિડાઝોલ સામેલ છે.
નોંધનીય છે કે આ નિર્દેશ ચીનથી આપૂર્તિમાં કમીને ધ્યાનમાં રાખીને આવ્યાં છે. ચીનનો હુબેઈ પ્રાંત ફાર્મા રો મટિરિયલ્સઅને એપીઆઈનો પ્રમુખ સ્ત્રોત છે. જે કોરોના વાઈરસના રોગચાળાનું પ્રમુખ કેન્દ્ર છે. ડીજીએફટીના નોટિફિકેશનમાં કહેવાયુ છે કે આ એપીઆઈથી બનેલા વિશેષ એપીઆઈ અને ફોર્મ્યુલેશનની નિકાસ તત્કાળ પ્રભાવથી અને આગામી આદેશો સુધી પ્રતિબંધિત છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
ચીનમાં નોવેલ કોરોનાવાઈરસના પ્રકોપની અસર રો મટિરિયલ્સની આપૂર્તિ ઉપર પડી છે. તેની સાથે ઈલેક્ટ્રોનિક, ઓટો અને ફાર્માસ્યુટિકલ સેક્ટરોના ઉત્પાદનો ઉપર પણ પડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે